
ક્યારેય ધૂમ્રપાન ન કર્યું હોય તેવા લોકોમાં પણ ફેફસાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને તેનું મુખ્ય કારણ કદાચ હવાનું પ્રદૂષણ છે. એક નવા અભ્યાસમાં આ બાબત સામે આવી છે. આ અભ્યાસ મંગળવારે વર્લ્ડ કેન્સર ડે પર 'ધ લેન્સેટ રેસ્પિરેટરી મેડિસિન જર્નલ'માં પ્રકાશિત થયો હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થાની આંતરરાષ્ટ્રીય કેન્સર સંશોધન સંસ્થા (આઇએઆરસી) સહિત અન્ય સંગઠનોના સંશોધકોએ ચાર ઉફપ્રકારો - 'એડેનોકાર્સિનોમા' (ગ્રંથિનું કેન્સર), 'સ્ક્વામસ સેલ કાર્સિનોમા' (ત્વચાનું કેન્સર), નાના અને મોટા સેલ કાર્સિનોમા માટે રાષ્ટ્રીય સ્તરના ફેફસાના કેન્સરની ઘટનાઓનો અંદાજ લગાવવા માટે 'ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી 2022 ડેટાસેટ' સહિત અન્ય ડેટાનું વિશ્લેષણ કર્યું છે.
સંશોધકોએ લખ્યું છે કે, "વિશ્વના ઘણા દેશોમાં ધૂમ્રપાનનું પ્રમાણ ઘટી રહ્યું છે, પરંતુ ક્યારેય ધૂમ્રપાન ન કરતા લોકોમાં ફેફસાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે,"
આઇએઆરસી ખાતે કેન્સર સર્વેલન્સ બ્રાન્ચના વડા ફ્રેડી બ્રેએ જણાવ્યું હતું કે, "ધૂમ્રપાનની આદતોમાં ફેરફાર અને વાયુ પ્રદૂષણના સંપર્કમાં ફેફસાના કેન્સરના જોખમના મુખ્ય નિર્ણાયકો છે." ફેફસાંનું કેન્સર આજે કેન્સર સંબંધિત મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે.