
પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ખુઝદાર જિલ્લામાં એક આત્મઘાતી કાર બોમ્બરે એક સ્કૂલ બસને ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાર બાળકોના મોત થયા છે જ્યારે 38 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક ડેપ્યુટી કમિશનર યાસીર ઇકબાલ અનુસાર, શહેરમાં સ્કૂલ બસ બાળકોને સ્કૂલમાં લઇને જતી હતી ત્યારે આ હુમલો થયો હતો.
https://twitter.com/PTI_News/status/1925058675472761105
પાકિસ્તાનના ગૃહમંત્રીએ હુમલાની નિંદા કરી
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ હુમલાની નિંદા કરી છે અને ગુનેગારોને જાનવર ગણાવ્યા હતા જેમને બાળકો પર હુમલો કર્યો હતો. બાળકોના મોત પર દુ:ખ વ્યક્ત કરતા પાકિસ્તાનના ગૃહમંત્રીએ કહ્યું કે, નિર્દોષ બાળકોને નિશાન બનાવીને ઘોર બર્બરતાનું કૃત્ય કરવામાં આવ્યું છે.
હજુ સુધી કોઇ સંગઠને નથી લીધી હુમલાની જવાબદારી
હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઇ સંગઠને સ્વીકારી નથી પણ શંકા સ્થાનિક અલગતાવાદીઓ તરફ છે. સુત્રો અનુસાર બલૂચ અલગતાવાદીઓ વારંવાર આ પ્રદેશમાં સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવે છે.
બલુચિસ્તાન લાંબા સમયથી બળવાખોરીનું કેન્દ્ર રહ્યું છે જેમાં અલગતાવાદી જૂથો હુમલાઓ કરે છે. તાજેતરનો હુમલો અફઘાનિસ્તાનની સરહદે આવેલા બલુચિસ્તાન પ્રાંતના શહેર કિલ્લાહ અબ્દુલ્લાહમાં એક બજાર નજીક એક કાર બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયાના થોડા દિવસો પછી થયો છે.મોટાભાગના આવા હુમલાઓનો દાવો BLA દ્વારા કરવામાં આવે છે, જે પાકિસ્તાન કહે છે કે તેને પડોશી દેશ ભારતનું સમર્થન છે.માર્ચમાં આવા સૌથી ભયંકર હુમલાઓમાંના એકમાં, BLA બળવાખોરોએ બલુચિસ્તાનમાં સેંકડો મુસાફરોને લઈ જતી ટ્રેન પર હુમલા દરમિયાન 33 લોકો જેમાં મોટાભાગના સૈનિકો હતા, માર્યા ગયા હતા.