
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો આજે ચોથો દિવસ છે. શુક્રવારે રાત પડતાની સાથે જ પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા શરૂ કર્યા. ભારતીય લશ્કરી દળો દ્વારા તેને નિષ્ફળ બનાવવામાં આવ્યું. પાકિસ્તાન બેકફૂટ પર આવ્યું. ભારતે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામની જાહેરાત કરી. રાત્રે 9 વાગ્યે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો. જમ્મુ અને કાશ્મીરમાં LoC પર ગોળીબાર થયો. શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા અને ઉધમપુરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા.
ગુજરાતના કચ્છ સહિત જમ્મુ કાશ્મીર, પંજાબ તથા રાજસ્થાનમાં પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હતો. ફરી એક વખત કચ્છમાં પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. કચ્છના ખાવડામાં ૬ પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. ખાવડાથી ભુજ તરફ આવતા ૬ પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. પાકિસ્તાન કચ્છના બોર્ડર ઉપર સતત ડ્રોન એટેક કરી રહ્યું છે.