Home / India : Pakistan's incompetence, drone attack violates ceasefire within 4 hours

VIDEO: પાકિસ્તાનની અવળચંડાઈ! 4 કલાકમાં જ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી કર્યો ડ્રોન હુમલો

VIDEO: પાકિસ્તાનની અવળચંડાઈ! 4 કલાકમાં જ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી કર્યો ડ્રોન હુમલો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો આજે ચોથો દિવસ છે. શુક્રવારે રાત પડતાની સાથે જ પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા શરૂ કર્યા. ભારતીય લશ્કરી દળો દ્વારા તેને નિષ્ફળ બનાવવામાં આવ્યા. પાકિસ્તાન બેકફૂટ પર આવ્યું. ભારતે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામની જાહેરાત કરી. રાત્રે 9 વાગ્યે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો. જમ્મુ અને કાશ્મીરમાં LoC પર ગોળીબાર થયો. શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા અને ઉધમપુરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૮૬ કલાક ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે ૫ વાગ્યે અંત આવ્યો. જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. પરંતુ આના માત્ર 3 કલાક પછી, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની છે. શનિવારે રાત્રે, પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે વિસ્ફોટ થયો.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાને અખનૂર, રાજૌરી અને આરએસપુરા આંતરરાષ્ટ્રીય સરહદ પર તોપમારો કર્યો છે. તે જ સમયે, બારામુલ્લામાં ડ્રોન હુમલો થયો છે. પાકિસ્તાને જમ્મુના પાલનવાલા સેક્ટરમાં પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તે જ સમયે, ભારતીય દળોને યોગ્ય જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. સરકારે બીએસએફને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવા જણાવ્યું છે. આ ઘટનાઓ પછી, જમ્મુના મોટા ભાગમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. બારામુલ્લામાં પણ અંધારપટ છવાઈ ગયો છે. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

આ ઉપરાંત, રાજસ્થાનના પોખરણમાં મોટી સંખ્યામાં ડ્રોન આવી રહ્યા છે. જોકે, સંરક્ષણ પ્રણાલી તેમને નષ્ટ કરી રહી છે. રાજૌરીથી પણ ગોળીબારના અહેવાલો છે.

Related News

Icon