Jaisalmer news: ગુજરાતના પાડોશી રાજ્ય એવા રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલા જેસલમેરમાં પાકિસ્તાને ઝીંકેલી 30 કરતાં વધુ મિસાઈલોને ભારતીય સુરક્ષા સિસ્ટમ દ્વારા નાશ કરી દેવામાં આવી છે. જેસલમેરના સાંસદે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે, પાડોશી દેશ પાકિસ્તાન તરફથી રહેણાક વિસ્તારોમાં હુમલાને અમારા જાંબાજ સેના બહાદૂરીથી સામનો કરી રહી છે. વર્તમાન સ્થિતિને જોતા નાગરિકોને સાવધાન અને એલર્ટ રહેવાની વાત કરી હતી. વધુમાં સીએમ ભજનલાલે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

