Home / World : Muslim artists staged Ramayana in Pakistan

પાકિસ્તાનમાં મુસ્લિમ કલાકારોએ કર્યું રામાયણનું મંચન, કરાચીમાં જય શ્રી રામના નારા લાગ્યા

પાકિસ્તાનમાં મુસ્લિમ કલાકારોએ કર્યું રામાયણનું મંચન, કરાચીમાં જય શ્રી રામના નારા લાગ્યા

પાકિસ્તાનના કરાચી શહેરમાં મુસ્લિમ કલાકારોએ રામાયણનું મંચન કર્યું, જેના માટે પાકિસ્તાની નાટક જૂથને ઘણી પ્રશંસા મળી રહી છે. સપ્તાહના અંતે કરાચી આર્ટ્સ કાઉન્સિલ ખાતે રામાયણનું મંચન કરવામાં આવ્યું હતું. કરાચીના 'મૌજ' જૂથ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને તેનું મંચન કરવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે આ રામાયણ વિશે ઘણી અટકળો પણ લગાવવામાં આવી રહી હતી. આ રામલીલાના દિગ્દર્શક યોહેશ્વર કરેરાએ કહ્યું, 'મેને ક્યારે પણ એવુ નથી લાગ્યું કે  રામાયણનું મંચન કરવાથી લોકો મને નાપસંદ કરશે અથવા કોઈપણ પ્રકારના ખતરાનો સામનો કરવો પડશે.'

પાકિસ્તાનનો સમાજ વધુ સહિષ્ણુ છેઃ યોહેશ્વર કરેરા

યોહેશ્વર કરેરાએ કહ્યું, 'મારા માટે, રામાયણને સ્ટેજ પર જીવંત કરવું એ એક અદ્ભુત દ્રશ્ય અનુભવ છે અને તે દર્શાવે છે કે પાકિસ્તાની સમાજ માનવામાં આવે છે તેના કરતાં ઘણો વધુ સહિષ્ણુ છે.' તેમણે કહ્યું, 'નાટકને સારો પ્રતિસાદ મળ્યો છે અને ઘણા વિવેચકોએ તેના નિર્માણ અને કલાકારોના અભિનયની પ્રશંસા કરી છે.'

પાકિસ્તાની ફિલ્મ વિવેચકે તેની પ્રશંસા કરી

પાકિસ્તાનના કલા અને ફિલ્મ વિવેચક ઓમૈર અલ્વીએ કહ્યું કે તેઓ વાર્તા કહેવાની પ્રામાણિકતાથી પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે રામાયણના મંચન દરમિયાન, લાઇટિંગ ગોઠવણ, સંગીત, કલાકારોના રંગબેરંગી પોશાક અને ભાવનાત્મક ડિઝાઇને શોની ભવ્યતામાં વધારો કર્યો. તેમણે કહ્યું, 'રામાયણ એક એવી વાર્તા છે જે વિશ્વભરના લાખો લોકો સાથે જોડાય છે.'

સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રીએ શું કહ્યું?

કરાચીમાં યોજાઈ રહેલા આ રામાયણ નાટકમાં માતા સીતાની ભૂમિકા ભજવનારા નિર્માતા રાણા કાઝમીએ જણાવ્યું હતું કે તેઓ આ પ્રાચીન વાર્તાને દર્શકો માટે જીવંત અનુભવ તરીકે રજૂ કરવાના વિચારથી ખૂબ જ રોમાંચિત છે.

Related News

Icon