
Banaskantha News: ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં બનાસકાંઠામાંથી એક ગંંભીર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાલનપુર એરોમા સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પાલનપુરમાં ડમ્પર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક્ટીવા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ડમ્પર ચાલક સામે એક્ટીવા ચાલક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. મામલાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માતને પગલે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી જ્યાં પોલીસે તેના નિરાકરણ માટે ફરજ બજાવી હતી.