
પાલનપુરમાં ACBની સફળ ટ્રેપના સમાચાર સામે આવ્યા છે જેમાં એક ફરિયાદી જોડે 2000 રૂપિયાની લાંચ માંગતા આરોપી હનુમાનપ્રસાદ રામકિશન બૈરવા, CGST ઇન્સ્પેક્ટર, વર્ગ- 2, સેન્ટ્રલ જીએસટી ઓફિસ, પાલનપુર, જી. બનાસકાંઠા રંગેહાથ ઝડપાયો છે.
https://twitter.com/ACBGujarat/status/1924787163595497776
એક જાગૃત નાગરીકના પિતાએ ઇ-કોમર્સ ઘંઘો શરૂ કરવા માટે જીએસટી નંબરની જરૂર પડતા ઓનલાઇન અરજી કરેલ જે અરજદારની અરજી અન્વયે આક્ષેપીતે ફરીયાદીને ફોન કરી જીએસટી નંબર બાબતે ‘સ્થળ વિઝીટ કરી વેરિફિકેશન કરવા સારુ અમે આવીએ છીએ’ તેમ કહી ફરિયાદીનાં ઘરે રૂબરૂ જઇ વિજીટ કરી ફોટા પાડી પોઝિટિવ રિપોર્ટ આપવા સારું લાંચિયા CGST ઇન્સ્પેક્ટર હનુમાનપ્રસાદ રામકિશન બૈરવાએ રૂ. 2000 લાંચની ગેરકાયદેસર માંગણી કરી હતી.
ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ના હોય ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી CGST ઇન્સ્પેક્ટર હનુમાનપ્રસાદ રામકિશન બૈરવાએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 2000 સ્વીકારતા પકડાઇ ગયા હતા. સમગ્ર મામલે એ.સી.બી એ આરોપી અધિકારીની ધરપકડ કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી છે.