
તમને જાણીને નવાઈ લાગશે કે, પેલેસ્ટાઇનને પોતાનું ચલણ જ નથી. છેલ્લા સિક્કા ૧૯૨૭માં બહાર પડયા હતા. તે પછી પરિસ્થિતિ એવી છે કે પેલેસ્ટાઇનના મોટાભાગના વિસ્તારોમાં તો ઇઝરાયલી કરન્સી શેકેલ ચાલે છે. વેસ્ટ બેન્કના વિસ્તારમાં જોર્ડનની કરન્સી દીનાર ચાલે છે. તો કેટલાયે વિસ્તારમાં અમેરિકન ડોલર ચાલે છે.
વાસ્તવમાં છેલ્લા ૭૭ વર્ષથી ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષ ચાલે છે તેમાં ૭ ઓક્ટોબર ૨૦૨૩ના દિને હમાસે દક્ષિણ ઇઝરાયલમાં હમાસે હુમલો કર્યા પછી ઇઝરાયલના વળતા પ્રહારથી લગભગ સમગ્ર દેશ ખેદાન-મેદાન જેવો થઇ ગયો છે. અમેરિકી ડોલર તેવો અનિવાર્ય તેવી વિદેશી વસ્તુઓ ખરીદવામાં વાપરે છે. ડૉલરનું મેનેજમેન્ટ પેલેસ્ટાઇનીયન મોનેટરી ઓથોરિટી (પીએમએ) કરે છે.
૧૯૧૮ સુધી પેલેસ્ટાઇન ઓટોમન એમ્પાયરના ભાગરૂપે હતું. પછી બ્રિટિશના હાથમાં ગયું. ત્યારે પેલેસ્ટાઈની પાઉન્ડ ૧ નવે. ૧૯૨૭થી શરૂ થયો. ૧૯૪૮માં ઇઝરાયલની સાથે તે સ્વતંત્ર જાહેર કરાયું. (બ્રિટિશ સામ્રાજ્યમાંથી) ૧૯૫૨ સુધી બંને દેશો વચ્ચે પેલેસ્ટાઇની પાઉન્ડ કોમન કરન્સી રહ્યો. ૧૯૫૨માં તે કરન્સી સમાપ્ત કરી દેવાઈ. હવે પેલેસ્ટાઇનને પોતાની કોઈ કરન્સી નથી. અત્યારે તો ત્યાં નથી કોઈ સુવ્યવસ્થિત મંત્રી મંડળ કે નાણાં મંત્રાલય, નથી કોઈ સુવ્યવસ્થિત અર્થતંત્ર, સેન્ટ્રલ બેન્ક જ નથી. ત્યાં બીજી બેન્કો હોવાની સંભાવના નથી. શેરબજાર નો હોઈ શકે જ નહીં. બધું જ અર્થતંત્ર અધ્ધરતાલ ચાલે છે. મોટાભાગે તો દુશ્મન દેશ ઇઝરાયલની કરન્સી શેકેલ ચાલે છે.