
અમદાવાદના બાવળામાં ગેરકાયદેસર રીત ગર્ભ નિરીક્ષણથી લઈ ગર્ભપાત સુધીનું રેકેટ ઝડપાયું હતું. ગેરકાયદેસર ગર્ભપાત મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગેસ્ટ હાઉસ મેનેજર સચિન પટેલની ધરપકડ કરવામાં આવી છે. બાવળા પનામા ગેસ્ટ હાઉસમાં ગર્ભપાતનું રેકેટ ચાલતું હતું.
અમદાવાદ સોનીની ચાલ ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હતું. બાળકી હોવાની જાણ થતાં ગર્ભપાત કરવામાં આવતું. હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યની પોલીસે અટકાયત કરી છે. સમગ્ર કેસની તપાસ અમદાવાદ ગ્રામ્ય એસઓજીને સોંપવામાં આવી છે.