Home / Entertainment : Panchayat 4 Trailer Out news

VIDEO : 'Panchayat 4' નું જબરદસ્ત Trailer રિલીઝ, મંજુ દેવી અને ક્રાંતિ દેવીમાંથી કોણ જીતશે?

પંચાયત એ OTTની સૌથી પ્રિય અને લોકપ્રિય સિરીઝ છે. દર્શકોને આ શોની ત્રણેય સીઝન ખૂબ ગમતી હતી અને હવે ચોથી સીઝનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હવે નિર્માતાઓએ નવી સીઝનના ટ્રેલર સાથે નવી રિલીઝ તારીખની જાહેરાત કરી છે. અહીં જાણો જીતેન્દ્ર કુમારની આ મચ અવેડેટ સિરીઝનું ટ્રેલર કેવું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'પંચાયત 4' ના ટ્રેલરે દિલ જીતી લીધા

'પંચાયત 4' નું ટ્રેલરે આજે રિલીઝ થયું છે. ટ્રેલરે ફરી એકવાર લોકોના દિલ જીતી લીધા છે. આ વખતે ફુલેરા ગામમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. મંજુ દેવી અને ક્રાંતિ દેવી ચૂંટણી મેદાનમાં છે. તેના બંને પક્ષો ચૂંટણી જીતવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. દરમિયાન આ ચૂંટણીના માહોલ વચ્ચે રિંકી અને સચિવજીની પ્રેમકહાની પણ આગળ વધી રહી છે. હવે મંજુ દેવી ફુલેરા ગામમાં ચૂંટણી જીતશે કે ક્રાંતિ દેવી અને રિંકી અને સચિવજીની પ્રેમકહાનીમાં શું નવો વળાંક આવશે, તે તો સિરીઝ જોયા પછી જ ખબર પડશે. એકંદરે ટ્રેલરે ચોથી સીઝન વિશે ઉત્સાહને ચરમસીમાએ પહોંચાડી દીધો છે.

‘પંચાયત 4’ સ્ટાર કાસ્ટ

‘પંચાયત 4’ ચંદન કુમારે બનાવી છે અને તે દીપક કુમાર મિશ્રા દ્વારા દિગ્દર્શિત છે. આ સિરીઝમાં જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સંવિકા સહિત ઘણા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. સીઝન 4નું ટ્રેલર જોયા પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તેમાં ફક્ત રાજકીય નાટક જ નહીં, પણ હાસ્યનો સંપૂર્ણ ડોઝ પણ જોવા મળશે.
 

 

Related News

Icon