મોસ્ટઅવેટેડ વેબ સીરિઝ 'પંચાયત સીઝન 4' આજથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ છે. ફુલેરા ગામના પ્રધાન અને સચિવ પર આધારિત આ સીરિઝની વાર્તા ખૂબ આગળ વધી ગઈ છે. સીરિઝના મુખ્ય પાત્ર જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, ચંદન રોય, નીના ગુપ્તા, સંવિકા, દુર્ગેશ કુમાર અને અશોક પાઠકે પોતાના-પોતાની ભૂમિકા ભજવી દર્શકોને ફરીથી એન્ટરટેઈન કરવામાં સફળ રહ્યા છે. ચંદન કુમાર અને દીપક કુમાર મિશ્રા દ્વારા રીલિઝ થયેલી આ સીરિઝ વિશે લોકોનું શું માનવું છે, ચાલો જાણીએ.હાલ પ્રાઇમ વીડિયો 'પંચાયત સીઝન 4'ના 8 એપિસોડ્સ રીલિઝ થઈ ગયા છે.

