Home / Entertainment : Panchayat season 4 Review And finale Episode rating

Panchayat 4 Review: 'પંચાયત સીઝન 4' લોકોને પસંદ ન આવી? એન્ડિંગ જોઇ નિરાશ થયા ફેન્સ

Panchayat 4 Review: 'પંચાયત સીઝન 4' લોકોને પસંદ ન આવી? એન્ડિંગ જોઇ નિરાશ થયા ફેન્સ

મોસ્ટઅવેટેડ વેબ સીરિઝ 'પંચાયત સીઝન 4' આજથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ છે. ફુલેરા ગામના પ્રધાન અને સચિવ પર આધારિત આ સીરિઝની વાર્તા ખૂબ આગળ વધી ગઈ છે. સીરિઝના મુખ્ય પાત્ર  જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, ચંદન રોય, નીના ગુપ્તા, સંવિકા, દુર્ગેશ કુમાર અને અશોક પાઠકે  પોતાના-પોતાની ભૂમિકા ભજવી દર્શકોને ફરીથી એન્ટરટેઈન કરવામાં સફળ રહ્યા છે. ચંદન કુમાર અને દીપક કુમાર મિશ્રા દ્વારા  રીલિઝ થયેલી આ સીરિઝ વિશે લોકોનું શું માનવું છે, ચાલો જાણીએ.હાલ પ્રાઇમ વીડિયો 'પંચાયત સીઝન 4'ના  8 એપિસોડ્સ રીલિઝ થઈ ગયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેવી છે Panchayat 4

ઘણા લોકોએ આ સીરિઝ જોઈને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. એક યુઝરે લખ્યું, ''દરેક પાત્રનું પર્ફોર્મન્સ ખૂબ સારું છે. સ્ટોરીલાઈન પણ ઇમોશનલ રીતે સારી છે. સ્ટોરીમાં લવ એંગલનો  સારો ટચ આપ્યો છે, પણ સિઝન 3 ની તુલનામાં આ સિઝન થોડી બોરિંગ છે''

Panchayat 4નો છેલ્લો એપિસોડ જોઇ નિરાશ થયા ફેન્સ

નીના ગુપ્તા અને જિતેન્દ્ર કુમારની સુપરહિટ વેબ સિરીઝ 'પંચાયત'ની ચોથી સિઝનનો ફાઇનલ એપિસોડ આ વખતે દર્શકો માટે મોટો ઝટકો સાબિત થયો છે. છેલ્લી ત્રણ સિઝન્સના ફાઇનલ એપિસોડ્સે દર્શકોને પસંદ પડી હતી જ્યારે સિઝન 4ના અંતિમ એપિસોડની સોશિયલ મીડિયા પર ટીકા થઇ રહી છે.

'પંચાયત 5'ની લોકો રાહ જોઈ રહ્યા છે  

 'પંચાયત સીઝન 4'ના એપિસોડ્સ રીલિઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.  કેટલાક લોકોએ TVFથી વિનંતી કરી હતી કે તેઓ 'પંચાયત સીઝન 5' પાંચની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'સીઝન 4ના બધા એપિસોડ્સ જોઈ લીધા. બધા કલાકારોએ સારો અભિનય કર્યો છે. હવે હું  પાંચમા સીઝનની રાહ જોઈ રહ્યો છું.'

 

 

Related News

Icon