Home / Gujarat / Panchmahal : A student studying in class-6 suddenly felt dizzy

હાલોલ: ધોરણ-6માં ભણતા વિદ્યાર્થીને અચાનક ચક્કર આવ્યા અને ભેદી સંજોગોમાં મોત

હાલોલ: ધોરણ-6માં ભણતા વિદ્યાર્થીને અચાનક ચક્કર આવ્યા અને ભેદી સંજોગોમાં મોત

રાજ્યના હાલોલમાં 11 વર્ષના કિશોરનું આકસ્મિક મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. હાલોલના તારખંડમાં ધોરણ-6માં ભણતા બાળકને સવારે અચાનક ચક્કર આવ્યા પછી અચાનક તબિયત લથડી હતી. તબિયત લથડતા બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ચક્કર આવ્યા પછી બાળકની તબિયત લથડી

 ખાનગી હોસ્પિટલમાં તબિયત વધુ લથડતા હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે બાળકને ખસેડવામાં આવ્યો હતો. હાલોલ રેફરલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન જ બાળકનું મોત નિપજ્યું હતું.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.