શ્યામ, રાજુ અને બાબુરાવની ત્રિપુટી હવે 'હેરા ફેરી 3' (Hera Pheri 3) માં નહીં જોવા મળે. પરેશ રાવલે આ ફિલ્મ છોડી દીધી છે. જે બાદ અક્ષય કુમારની પ્રોડક્શન કંપનીએ તેમની સામે 25 કરોડ રૂપિયાનો કેસ દાખલ કર્યો હતો. જોકે, પરેશ રાવલે તેમની 11 લાખ રૂપિયાની સાઈનિંગ રકમ પરત કરી દીધી. પરંતુ તેમણે ફિલ્મ છોડવાનું કારણ જણાવ્યું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ બાબતે સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા પહેલાથી જ સામે આવી ચૂકી છે. હવે પહેલીવાર અક્ષય કુમારે પણ પ્રતિક્રિયા આપી છે.
અક્ષય કુમારની 'હાઉસફુલ 5' જૂનમાં આવી રહી છે. જેનું ટ્રેલર લોન્ચ થયું. આ કાર્યક્રમ દરમિયાન અક્ષય કુમારને પરેશ રાવલના ફિલ્મ છોડવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં અભિનેતાએ પહેલા ઠપકો આપ્યો. તે પછી, પણ અ અંગે ખુલીને વાત નથી કરી.
પરેશ રાવલ વિશે અક્ષયે શું કહ્યું?
'હાઉસફુલ 5' ના ટ્રેલર લોન્ચ સમયે, અક્ષય કુમારને પરેશ રાવલના ફિલ્મ છોડવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ઉપરાંત, તેને કહેવામાં આવ્યું હતું કે લોકો અભિનેતાના આ નિર્ણયને મૂર્ખતાપૂર્ણ નિર્ણય કહી રહ્યા છે. આ અંગે અક્ષય કુમારે કહ્યું, "હું કહીશ કે મારા કો-સ્ટાર માટે 'મૂર્ખ' શબ્દનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે ખોટો છે. હું તેમની સાથે લગભગ 30-32 વર્ષથી કામ કરી રહ્યો છું. અમે બંને ખૂબ સારા મિત્રો છીએ અને તેઓ એક શાનદાર અભિનેતા છે."
અક્ષયે આગળ કહે છે, "જે કંઈ પણ હોય, મને નથી લાગતું કે આ જગ્યાએ તેની ચર્ચા થવી જોઈએ. જે કંઈ થવાનું છે તે ખૂબ જ ગંભીર મામલો છે, આ મામલો કોર્ટ સંભાળશે. તેથી મને નથી લાગતું કે હું અહીં આ અંગે કંઈપણ વાત કરીશ"
પરેશ રાવલે પહેલાથી જ X પર ટ્વિટ કર્યું છે કે તેમણે કોઈ ક્રિએટિવ ડિફરન્સને કારણે ફિલ્મ નથી છોડી. જોકે, પ્રિયદર્શને કહ્યું કે આ નિર્ણય સાંભળ્યા પછી અક્ષય કુમાર ખૂબ જ ભાવુક થઈ ગયો. આ ફિલ્મ અક્ષય માટે દરેક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કલાકારોની સાથે, પરિવારના સભ્યો પણ તેની સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે જોડાયેલા હતા. આ વાતનો ખુલાસો તાજેતરમાં સુનીલ શેટ્ટીએ કર્યો હતો.
પરેશ રાવલે ફિલ્મ કેમ છોડી દીધી?
'હેરા ફેરી 3' (Hera Pheri 3) નો એક પ્રોમો શૂટ કરવામાં આવ્યો હતો. સુનિલ શેટ્ટીએ માહિતી આપી હતી કે તે IPL 2025 દરમિયાન રિલીઝ થશે. જોકે, પરેશ રાવલની કાનૂની ટીમે અક્ષય કુમારની નોટિસનો જવાબ આપ્યો હતો. જેના પરથી સ્પષ્ટ થયું કે પ્રમોશનલ વીડિયો ઉતાવળમાં શૂટ કરવામાં આવ્યો હતો. શીર્ષક અંગે અનિશ્ચિતતા છે. કોઈ લાંબો એગ્રીમેન્ટ કે કોઈ સ્ક્રિપ્ટ નથી આપવામાં આવી.