Home / Entertainment : This superstar released a film every 15 days

એક વર્ષમાં 34 ફિલ્મો, 25 બ્લોકબસ્ટર, આ સુપરસ્ટારે દર 15 દિવસે એક ફિલ્મ રિલીઝ કરી

એક વર્ષમાં 34 ફિલ્મો, 25 બ્લોકબસ્ટર, આ સુપરસ્ટારે દર 15 દિવસે એક ફિલ્મ રિલીઝ કરી

બોલિવૂડમાં ઘણા સુપરસ્ટાર છે, જે શાનદાર રીતે કામ કરે છે. તે એક પછી એક પોતાની ફિલ્મો બનાવે છે અને રિલીઝ કરે છે કે તરત જ તે બોક્સ ઓફિસ પર હિટ થઈ જાય છે. અક્ષય કુમાર, અજય દેવગન, શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફેન ફોલોઈંગની અસર તેની ફિલ્મો પર પણ જોવા મળે છે, પરંતુ આજે એક એવા સુપરસ્ટાર વિશે જણાવશું જેણે એક વર્ષમાં 34 ફિલ્મો કરી, જેમાંથી 25 બ્લોકબસ્ટર હતી. આ સુપરસ્ટારની ફિલ્મ દર 15 દિવસે રિલીઝ થતી હતી. ફિલ્મ જગતમાં ઘણા પ્રખ્યાત કલાકારો છે, પરંતુ કેટલાક એવા પણ છે જેણે પોતાની મહેનત અને પ્રતિભાથી એક ખાસ સ્થાન મેળવ્યું છે, પરંતુ આ સુપરસ્ટાર બાકીના કરતા સંપૂર્ણપણે અલગ રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે

મોહનલાલ દર વર્ષે ઘણી ફિલ્મોમાં દેખાય છે અને સતત બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપવા માટે જાણીતા છે. ખાસ વાત એ છે કે તેની ફિલ્મો ઘણીવાર બોલિવૂડના સૌથી મોટા સ્ટાર સલમાન ખાનની ફિલ્મો સાથે સ્પર્ધા કરે છે. સલમાન ખાનની ફિલ્મો ઘણીવાર તેના ચાહકો માટે કોઈ ઉત્સવથી ઓછી હોતી નથી. જોકે, આ વર્ષે રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'સિકંદર' અપેક્ષાઓ પર ખરી ઉતરી નહીં. તેનાથી વિપરીત, સાઉથ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 'L2: એમ્પુરાં', જે તે જ સમયે રિલીઝ થઈ હતી, તેને દર્શકો તરફથી ખૂબ જ પ્રશંસા મળી હતી.

બનાવ્યો હતો રેકોર્ડ 

મોહનલાલની લોકપ્રિયતા કંઈ નવી નથી. તેમણે ચાર દાયકાના તેના શાનદાર કરિયરમાં લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમય હતો જ્યારે તેની ફિલ્મો દર 15 દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થતી હતી. સૌથી ખાસ વાત એ છે કે 1986માં મોહનલાલે એવો રેકોર્ડ બનાવ્યો હતો જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. તે વર્ષે તેમણે 34 ફિલ્મો કરી, જેમાંથી 25 સુપરહિટ સાબિત થઈ. આ સિદ્ધિ આજે પણ એક માપદંડ માનવામાં આવે છે.

અભિનય ઉપરાંત આ કામ પણ કરે છે

મોહનલાલ માત્ર એક સફળ અભિનેતા જ નથી, પરંતુ નિર્માતા, દિગ્દર્શક, ડિસ્ટ્રીબ્યુટર, પ્લેબેક સિંગર અને ઉદ્યોગપતિ પણ છે. ભારત સરકાર દ્વારા તેને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. આજે પણ મોહનલાલ ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે અને ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મો સાથે મોટા પડદા પર વાપસી કરશે. તેમનું સમર્પણ અને પ્રતિભા આજના કલાકારો માટે પ્રેરણારૂપ છે.

Related News

Icon