Home / Entertainment : Paresh Rawal's lawyer issue statement and reveal reason of actor living film

'સ્ક્રિપ્ટ જ નહતી મળી...', હવે સામે આવ્યું પરેશ રાવલનું 'Hera Pheri 3' છોડવા પાછળનું સાચું કારણ?

'સ્ક્રિપ્ટ જ નહતી મળી...', હવે સામે આવ્યું પરેશ રાવલનું 'Hera Pheri 3' છોડવા પાછળનું સાચું કારણ?

પરેશ રાવલે અચાનક મચ અવેઈટેડ 'હેરા ફેરી 3' (Hera Pheri 3) અધવચ્ચે જ છોડી દીધી છે. આ કારણે, અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સે 25 કરોડની કાનૂની નોટિસ મોકલી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો કે અભિનેતાએ શરૂઆતના કમીટમેન્ટ પછી પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરીને તેમના કોન્ટ્રકટનું ઉલ્લંઘન કર્યું છે. હવે, પરેશ રાવલના વકીલે સમગ્ર મામલા અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તમને જણાવી દઈએ કે રવિવારે સવારે પરેશ રાવલે કહ્યું હતું કે તેમના વકીલ અમિત નાઈકે તેમના ફિલ્મમાંથી બહાર નીકળવા અને કોન્ટ્રકટ સમાપ્ત કરવા અંગે કાનૂની જવાબ મોકલ્યો છે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું, "મારા વકીલે મને ફિલ્મમાંથી મારા યોગ્ય રીતે બહાર નીકળવા અંગે જવાબ મોકલ્યો છે. હવે બધું સ્પષ્ટ થઈ જશે."

શું પરેશ રાવલના 'હેરા ફેરી 3' છોડવાનું સાચું કારણ બહાર આવ્યું છે?

પરેશ રાવલના વકીલો દ્વારા જારી કરાયેલા નિવેદનમાં પીઢ અભિનેતાના ફિલ્મમાંથી બહાર નીકળવા પાછળનું વાસ્તવિક કારણ સામે આવ્યું છે. અભિનેતાના વકીલે જણાવ્યું હતું કે તેમને સ્ક્રિપ્ટ, સ્ક્રિનપ્લે અને લાંબો એગ્રીમેન્ટનો ડ્રાફ્ટ નથી મળ્યો, જે તેમના ક્લાયન્ટ સાથે કામ શરૂ કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. આ બધાના અભાવને કારણે અને મૂળ ફિલ્મના નિર્માતા, નડિયાદવાલાએ, તેમના ક્લાયન્ટને ફિલ્મના નિર્માણ સામે વાંધો ઉઠાવતી નોટિસ મોકલી હતી, તેથી તેમના ક્લાયન્ટે પ્રોજેક્ટ છોડી દીધો અને વ્યાજ સહિત પૈસા પરત કરી દીધા. તેમણે 'ટર્મ શીટ' (પ્રારંભિક કરાર) પણ નાબૂદ કરી દીધી છે.

પ્રિયદર્શન સાથે કોઈ મતભેદ નથી

પરેશ રાવલે એ પણ સ્પષ્ટતા કરી કે ફિલ્મ છોડવાનું કારણ દિગ્દર્શક પ્રિયદર્શન સાથે કોઈ ક્રિએટિવ ડિફરન્સ નથી. તેમણે કહ્યું કે તેમને પ્રિયદર્શન પ્રત્યે ખૂબ માન છે. તેમણે એમ પણ કહ્યું કે તેમણે આ નિર્ણય કાળજીપૂર્વક વિચાર કર્યા પછી લીધો છે, કારણ કે હવે 'બાબુ ભૈયા'નું પાત્ર તેમની અંદરની પ્રતિભાને આકર્ષિત નહતું કરી રહ્યું.

રવિવારે, તેમના વકીલોના નિવેદનમાં સ્પષ્ટ થયું કે પરેશ રાવલ હવે ફિલ્મ માટે કોઈપણ રીતે જવાબદાર નથી અને તેમણે વ્યાજ સહિત 11 લાખ રૂપિયા પરત કરી દીધા છે.

'અક્ષયની ટીમને કોઈ નુકસાન નથી થયું'

અક્ષય કુમારની ટીમે કહ્યું કે પરેશ રાવલના ફિલ્મ છોડી દેવાથી ફિલ્મની ટીમ, શૂટિંગ અને ખર્ચને નુકસાન થયું છે. આના જવાબમાં પરેશના વકીલોએ કહ્યું, "પહેલા તેમણે પૈસા લીધા, પછી નોટિસ મોકલી, જ્યારે તેઓ જાણતા હતા કે ન તો વાર્તા તૈયાર છે અને ન તો ફિલ્મનું શીર્ષક સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં, નુકસાનનો કોઈ પ્રશ્ન જ નથી, આશા છે કે હવે તેઓ સત્ય સ્વીકારશે અને આગળ વધશે." હવે બંને પક્ષો પોતપોતાના કાનૂની પગલા લઈ રહ્યા છે, તેથી 'હેરા ફેરી' ફ્રેન્ચાઈઝીનું ભવિષ્ય શું હશે તે ચોક્કસ નથી.

Related News

Icon