
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાઇ ગયું છે. કેટલાક દિવસથી પરમાણુ હુમલાની ધમકી આપનારા પાકિસતાને હવે યૂ ટર્ન લેતા કહ્યું કે-આ વિકલ્પ પર વિચાર કરવામાં નથી આવતો. ભારતના એક્શનથી પાકિસ્તાન બેકફૂટ પર આવી ગયું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું, "હું દુનિયાને જણાવી રહ્યો છું કે આ માત્ર એક ક્ષેત્ર સુધી સીમિત નથી રહેવાનો, તેનાથી ઘણો વ્યાપક વિનાશ થઇ શકે છે."
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું, "ભારત દ્વારા સર્જાયેલી પરિસ્થિતિને જોતાં અમારા વિકલ્પો મર્યાદિત થઈ રહ્યા છે. નેશનલ કમાન્ડ ઓથોરિટીની કોઈ બેઠક બોલાવવામાં આવી નથી. નેશનલ કમાન્ડ ઓથોરિટી પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો અંગેના ઓપરેશનલ નિર્ણયો લેવા માટે જવાબદાર છે. પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી રહ્યો છે જેનો ભારતીય સશસ્ત્ર દળો દ્વારા અસરકારક રીતે જવાબ આપવામાં આવ્યો હતો.
ભારત હથિયાર મુકે તો પીછેહઠ કરવા તૈયાર-પાકિસ્તાનના વિદેશ મંત્રી
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું હતું કે જો ભારત વધુ કોઈ હુમલો નહીં કરે, તો પાકિસ્તાન પરિસ્થિતિને શાંત કરવા પર વિચાર કરશે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો ભારત કોઈ નવો હુમલો કરશે તો અમારો જવાબ ચોક્કસ આપવામાં આવશે. ડારે કહ્યું, "અમે જવાબ આપ્યો કારણ કે અમારી ધીરજ ખૂટી ગઈ હતી.