Patan News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોર તસ્કરોની ટોળકીઓ કાર્યરત છે. એવામાં પાટણ LCB પોલીસને આંતરરાષ્ટ્રીય ચોર ટોળકીને પકડવામાં સફળતા મળી છે. બિહારની ચદ્દર ગેંગના સભ્યોને LCB પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં આ ટોળકી મોબાઈલ ચોરીને અંજામ આપતી હતી. પાટણ જિલ્લાના રાધનપુરમાં મોબાઈલની દુકાનમાંથી ચોરીની ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમાં દિલ્હી ખાતેથી બે શખ્સોને પાટણ LCB પોલીસે દબોચ્યા હતા.

