
લોકોને નિરાશામાંથી બહાર લાવી આશાવાદી બનાવવા 'કુછ ભી હો સકતા હૈ' જેવો જાદુઈ મંત્ર આપનાર અનુપમ ખેરમાં લિડરશીપના ગુણો છે. સમાજ અને દેશ સામેકોઈ સમસ્યા હોય કે સંક આવ્યું હોય ત્યારે એક્ટર-ડિરેક્ટર બીજાની જેમ ડિપ્લોમેટિક મૌન સેવવાનો બદલે ખુલીને પોતાનો અભિપ્રાય શેયર કરે છે.
૨૨ એપ્રિલના પહેલગામના કાયર અને હિચકારા ત્રાસવાદી હુમલાને પગલે ભારતભરમાં વિવાદ અને આક્રોશનો માહોલ ફેલાયો. સરકારે દેશવાસીઓના આક્રોશને વાચા આપવા પીઓકેમાં આવેલા પાકિસ્તાની આતંકવાદીઓના અડ્ડાને નેસ્તનાબુદ કરી દીધા. એને પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત ટેન્શન હતું અને યુદ્ધ જેવો તંગ માહોલ હતો. આવા કસોટીના કાળમાં અનુપમે દેશવાસીઓને એકતા અને સજાગતાનો કોલ આપ્યો છે. સોશ્યલ મિડીયા પર કાયમ એક્ટિવ રહેતા વેટરન એક્ટરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેયર કરી દેશવાસીઓને સંયમ જાળવવાની અને સોશ્યલ મિડીયા પર કોઈ પણ માહિતી શેયર કરવામાં ખબરદાર રહેવાનો અનુરોધ કર્યો છે. કેમેરા સામે જોઈ લોકો સાથે ફેસ ટુ ફેસ વાત કરતા હોય અનુપમ કહે છે,'જય હિન્દ મિત્રો,આજે ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ભારતીય સૈન્યના સપોર્ટ સાથે એક મક્કમ અને નિર્ણાયક પગલું લીધું. આપણું ભારત એક શાંતિપ્રિય દેશ છે પણ એ ઘાતકી આતંકવાદી હુમલાનો કઈ રીતે જડબાતોડ જવાબ આપવો એ જાણે છે. આપણે મૌન રહેતા એ દિવસો ગયા. આજે ભારત બદલાયું છે અને આપણે સો એ જાણીએ છીએ. મેં દેશના એક જવાબદાર નાગરિક તરીકે આ વિડીયો બનાવ્યા છે.
ખેર વધુમાં કહે છે,'આવા સંજોગોમાં આપણી પણ અમુક જવાબદારીઓ છે. આપણાં માટે અમુક વાતોમાં સાવચેતી રાખવી મહત્ત્વની બની જાય છે. દાખલા તરકી,પુરતી તપાસ કર્યા વિના સોશ્યલ મિડીયા પર કોઈ ફોટો,વિડિયો કે મેસેજ ન મૂકવો.બીજું,આર્મીની કોઈપણ પ્રકારની ગતિવિધી,બન્કર્સ કે સેન્સેટિવ સ્થળોનો ફોટો ન પાડવો. વિચાર્યા વગરની પોસ્ટ મૂકવાથી ભય અને અસંમજસતા ફેલાય છે. કોઈપણ ઈમરજન્સી સર્વિસ બ્લોક ન થવી જોઈએ. ખાસ કરીને બોર્ડર એરિયામં અતિ જોખમી વિસ્તારોથી દૂર રહો. અને છેલ્લી વાત :સરકારની સત્તાવાર જાહેરાતો અને સમાચારોના અધિકૃત સ્ત્રોતો પર જ વિશ્વાસ કરો.