
રાજકોટમાં GEB એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. રાજકોટ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરે PGVCLના અધિકારીઓનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે તેમની વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું છે. જયમીન ઠાકરે ગેરસંસદીય ભાષાનો ઉપયોગ કરીને PGVCL અધિકારીઓનું અપમાન કર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, રાજકોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમિન ઠાકર દ્વારા 29મે, 2025ના રોજ વોર્ડ નં 2માં લાઇટ જતા PGVCLના એન્જિનિયરોનો ઉધડો લીધો હતો. એન્જિનિયરોનો ઉધડો લઈને લખાણ લખાવી લેવામાં આવ્યું હતું કે હવે પછી લાઈટ ન જવી જોઈએ. જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનમાં એન્જિનિયરોએ દબાણપૂર્વક લખાણ લખાવ્યું હોવાનું જણાવ્યું હતું.
PGVCLના કર્મીઓને ભયમાંથી બહાર કાઢવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન પર યોગ્ય કાર્યવાહી કરી ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું છે. PGVCLના કર્મીઓને દબાણ કરાતા સમગ્ર PGVCL તંત્ર તેમજ સરકારની છબી ખરડાઈ છે. આવેદન પત્ર જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી સમયમાં PGVCL કર્મચારીઓ આંદોલનમાં ઉતરી શકે છે.