Home / Gujarat / Surendranagar : Surendranagar: Clashes between PGVCL and locals over smart meter issue

Surendranagar: સ્માર્ટ મીટર મુદ્દે PGVCL અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

Surendranagar: સ્માર્ટ મીટર મુદ્દે PGVCL અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી વિરોધ થતો જ આવ્યો છે. ક્યારેક સ્થાનિક તો કયારેક જૂથમાં પણ વિરોધ થતો જ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ સ્માર્ટ મીટરને લઈ ઘર્ષણ જોવા મળ્યું છે. અહીં સ્થાનિકોએ એવો આક્ષેપ મૂક્યો હતો  કે, સ્માર્ટ મીટર ડરાવી અને લગાવી દીધા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં વીજળીના સ્માર્ટ મીટરને લઈ વિરોધ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર શહેરની ફિરદોશ સોસાયટીમાં  PGVCL વિભાગની ટીમો સ્માર્ટ મીટર લગાવવા ગઈ હતી તે દરમ્યાન ઘર્ષણની ઘટના જોવા મળી હતી.  સ્માર્ટ મીટર નથી જોઈતું તેમ છતાં પણ ફિટ કરવામાં આવ્યા હોવાનો પણ શહેરીજનોએ આક્ષેપ કર્યા હતા. જેને લીધે વીજ વિભાગના અધિકારીઓ દોડી આવીને સ્થાનિક લોકોએ સ્માર્ટમિટર મુદ્દે રોષ વ્યકત કર્યો હતો તેને સમજાવીને હળવો કર્યો હતો. 

Related News

Icon