
Dhoraji news: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી ભાદર નદીમાં માછીમારી કરવા ગયેલા 18 વર્ષીય વિશાલ કુમાર સાની નામના યુવકને હુડકામાં ઝાળ ઊંચી કરવા જતા પીજીવીસીએલની 11 કેવી લાઈનને અડકી જતા યુવકનું મોત થયું હતું. જેની જાણ થતા પોલીસ અને પાલિકાની ટીમે યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકાહી હોસ્પિટલ ખસેડયો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીની ભાદર નદીમાં માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા 18 વર્ષના વિશાલકુમાર સાની નામના યુવકને આજે બપોરે માછીમારી કરવા ગયા બાદ જેવી હુડકામાં ઊભા રહીને માછીમારી કરવાની ઝાળ ઊંચી કરી હતી આ દરમિયાન નદી પરથી પસાર થતી પીજીવીસીએલની 11 કેવી લાઈનને જાળી અડી જતા કરન્ટ લાગ્યો હતો. જેના લીધે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગેની જાણ થતા 108ની ટીમ અને ભાદર નગરપાલિકાની ટીમે નદી વચ્ચેથી યુવકના મૃતદેહને ભારે જહેમતપૂર્વક બહાર કાઢીને મૃતદેહને ભાદરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આ સમગ્ર મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.