Ahmedabad news: અમદાવાદ ગ્રામ્યમાં કંપનીમાં કામ કરતા કામદારાના મોતનો સિલસિલો યથાવત્ છે. બાવળામાં આવેલી આદરોડા રોડ પર N.B. હેલ્થ કેર ફાર્મા કંપનીમાં દવા બનતી તેમા દવાની અસરથી વાસુભાઈ કાળુભાઈ દેવીપૂજકનું મોત નિપજ્યું હતું અને મનીષ તિવારી નામના કામદારને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

