
અમદાવાદ ખાતે થયેલા પ્લેન ક્રેશને 3 અઠવાડિયા પૂર્ણ થયા છે. તમામ 260ના મૃતદેહ તેમના પરિવારને સોપવાની કામગીરી ગયા સપ્તાહે પૂરી થઈ ગઈ છે. હવે DNA મેચ થાય તેમ મૃતદેહના અંગો પણ તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યા છે.
ગુરુવારે કુલ 6 પરિવારોને મૃતદેહના અંગ સોંપવામાં આવ્યા
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે કુલ 6 પરિવારોને મૃતદેહના અંગ સોંપવામાં આવ્યા હતા. કુલ 9 જેટલા પરિવારોએ સ્વજનના અંગ મળે તો તેને લઈ જવા માટે તૈયારી દર્શાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેનક્રેશના તમામ મૃતદેહ સાથે ગયા શુક્રવારે મોડી રાત્રે જ DNA મેચ થઈ ગયા હતા. શનિવાર બપોર સુધીમાં મૃતદેહ સ્વજનોને સોંપવાની કામગીરી પૂરી થઈ ગઈ હતી.
કેટલાક મૃતદેહઓ એવા છે જેમના અંગો સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં
હજુ પણ કેટલાક મૃતદેહઓ એવા છે જેમના અંગો સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં છે. આ અંગ સાથે DNA મેચ થાય તેમ તે તેમના પરિવારને સોંપવામાં આવે છે, મૃતદેહના આ જે અંગો હાલમાં છે એ DNA મેચ થશે તેમ તેમના પરિવારોને પણસન્માનપૂર્વક સોંપવામાં આવશે. હજુ પણ કેટલાક મૃતદેહના અંગો બાકી છે.