
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મોત બાદ કાટમાળને હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોના DNA મેચ કરીને તેમના પરિવારજનોને શબ સોપવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે 56 વર્ષીય રાજુ પટેલ નામના વ્યક્તિએ માનવતા બતાવી હતી. રાજુ પટેલને આ દરમિયાન જમીન પર ફેલાયેલો સામાન, સળગેલી બેગ વચ્ચેથી 70 તોલા સોનાના ઘરેણા, 80 હજાર રૂપિયા, કેટલાક પાસપોર્ટ અને એક ભગવદ ગીતા મળી હતી.જે તેમને પોલીસને સોપી દીધી હતી.
દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા રાજુ પટેલ
મહત્ત્વપૂર્ણ છે કે રાજુ પટેલ એક બાંધકામ વ્યવસાયી છે. તેમને જેવી જ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા તો તે પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માત્ર પાંચ મિનિટમાં જ તે ત્યાં પહોચી ગયા હતા. શરૂઆતની 15થી 20 મિનિટ સુધી તો કાટમાળ પાસે પણ તે જઇ શક્યા નહતા. રાજુ પટેલે જણાવ્યુ કે આગ ભયાનક હતી. જેવી જ પહેલા ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી તો અમે બચાવ કામમાં જોડાઇ ગયા હતા.
મોડી રાત સુધી કરતા રહ્યાં મદદ
અધિકારીઓએ રાજુ પટેલ અને તેમની ટીમને રાત્રે 9 વાગ્યા સુધી ઘટનાસ્થળે રહેવાની પરવાનગી આપી હતી. જ્યારે ઇમરજન્સી સેવાઓએ નિયંત્રણ સંભાળ્યુ તો રાજુ પટેલની ટીમે કાટમાળની તપાસ શરૂ કરી હતી. રાજુ પટેલે જણાવ્યુ કે આ દરમિયાન ઘટનાસ્થળેથી ઘણો સામાન મળઅયો જે તરત જ પોલીસને સોપી દેવામાં આવ્યો હતો. રાજુ પટેલ આ પહેલા પણ આફતના સમયે ઘણા લોકોની મદદ કરી ચુક્યા છે. 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ સમયે પણ તેમને રાહત કાર્યમાં ભાગ લીધો હતો.તે ભયાનક ઘટનાને યાદ કરતા રાજુ પટેલે જણાવ્યુ કે હું સિવિલ હોસ્પિટલથી માત્ર 100 મીટરના અંતર પર હતો જ્યાં બોમ્બ ફાટ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે તમામ જપ્ત કરવામાં આવેલી વ્યક્તિગત વસ્તુઓનું રજિસ્ટ્રેશન કર્યા બાદ મૃતકોના પરિવારજનોને સોપવામાં આવશે.