
હેમિલ લાઠિયા. જયોતિષશાસ્ત્રી
જ્યોતિષશાસ્ત્રમાં શનિ + રાહુની યુતિને અશુભ શ્રાપિત યોગ કહેવાય છે, જે ઉતાર-ચઢાવ વધુ આપે છે. શેરબજારમાં ઉતાર-ચઢાવ દરમિયાન થોડીક તેજી દર્શાવે છે. સોના-ચાંદીમાં પણ વધ-ઘટ દરમિયાન ભાવ તેજી તરફી કહી શકાય. એગ્રો કોમોડિટીમાં એરંડા, તલ, સરસવ, મરચાં, મરી, ધાણા જેવી ચીજમાં ભાવ થોડો વધે તેવું બની શકે છે.
શનિ + રાહુની યુતિ : વર્ષ-૨૦૨૫
--------------------------
શનિ + રાહુ ની મીન રાશિ યુતિ તા.૨૯/૩/૨૫ થી તા.૧૮/૫/૨૫ દરમિયાન થાય છે આ પહેલા મીન રાશિમાં જાન્યુ ૧૯૬૮થી માર્ચ ૧૯૬૯ થયેલી હતી. આ ઉપરાંત શનિ રાહુની યુતિ. ડિસે.૨૦૧૨થી જુલાઈ-૨૦૧૪ તુલા રાશિમાં
. ડિસે.૧૯૯૦થી માર્ચ-૧૯૯૧ મકર રાશિમાં
. નવે.૧૯૭૮થી ઓક્ટો.૧૯૭૯ સિંહ રાશિમાં
. નવે.૧૯૫૫થી માર્ચ-૧૯૫૭ વૃશ્ચિક રાશિમાં
અને હવે પછી આ યુતિ
એપ્રિલ-૨૦૩૬થી સપ્ટે.૨૦૩૬ કર્ક રાશિમાં તેમજ ફેબ્રુ.૨૦૪૭થી ઓગ.૨૦૪૮ ધન રાશિમાં થશે.
રાશિ અનુસાર ફળકથન :
મેષ : કોઈની સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું
વૃષભ : મિત્રો પરિચિતો સાથે ગેર સમજ ન થાય તેનું ધ્યાન રાખવું, ધાર્યા કરતાં ઓછું ફળ મળે તેવું લાગ્યા કરે
મિથુન : કામકાજમાં ધીરજ રાખવી ઉતાવળ ન કરવી, કોઈ પરિવર્તન આવે તેવું પણ બનવા જોગ છે
કર્ક : મુસાફરી માં તકેદારી રાખવી, મહેનત કર્યા બાદ ફળ મળે પણ સંતોષ પૂરતો ન મળે તેવું બની શકે
સિંહ : ખટપટ થી દુર રહેવું, કોઈની સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું
કન્યા : જાહેરજીવનમાં શાંતિ જાળવવી ભાગીદારી માં કે જીવનસાથી સાથે દલીલ ન કરવી
તુલા : આરોગ્ય અંગે કાળજી રાખવી, વાતચીતમાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું,
વૃશ્ચિક : ઉતાવળમાં કોઈ કાર્ય ન કરવું, વિદ્યાભ્યાસ માં ચોકસાઈ રાખવી
ધન : મન થોડું અશાંત રહે, નાની નાની બાબતમાં ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું
મકર : અતિવિશ્વાસ માં ઉતાવલિયો નિર્ણય ન લેવાય, આસપાસમાં કોઈ ખટપટ ન કરે તેનું ધ્યાન રાખવું.
કુંભ : વાણી પર અંકુશ રાખવો કટાક્ષ માં ન બોલવું, ઇતર પ્રવૃત્તિમાં સમય ન વેડફવો.
મીન : અતિ વિશ્વાસમાં ન રહેવું, કોઈની ચઢવણી ન થાય તેનું ધ્યાન રાખવું.કુંડળીમાં અન્ય ગ્રહયોગ દશા તેમજ ગોચર ના ગ્રહો પણ ફળકથન ને અસર કરતા હોય છે.