Home / Gujarat / Ahmedabad : foundation stone of a new 1800-bed hospital in Asarwa Civil

27 મેના રોજ PM મોદીની વધુ એક ભેટ, અસારવા સિવિલમાં નવી 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે

27 મેના રોજ PM મોદીની વધુ એક ભેટ, અસારવા સિવિલમાં નવી 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે

Ahmedabad News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મેથી ગુજરાત પ્રવાસે આવવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાત તથા દેશવાસીઓને અનેક ભેટ આપવાના છે. એવામાં 27 મેના રોજ PM મોદી નાગરિકોને મોટી ભેટ આપશે. પ્રધાનમંત્રી અસારવા સિવિલમાં નવી 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જૂની સિવિલના MS ઓફિસ સહીત પાંચ બ્લોક તોડી નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. 500 બેડ ઇન્ફેક્શન ડિસિઝ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. 300 ICU બેડ, 60 આઇસોલેનશન વોર્ડનું નિર્માણ કરવામાં આવશે. સ્પેશિયલ 50 રૂમ તૈયાર કરવામાં આવશે. મોડ્યુલર ઑપરેશન સેન્ટર તૈયાર કરવામાં આવશે. 50 સુપર સ્પેશિયાલિટી વોર્ડ તૈયાર કરવામાં આવશે.

G+10 માળનું બિલ્ડીંગ તૈયાર થશે જેમાં 600 ટુ વહીલર 1000 ફોર વહીલર પાર્ક થશે. બે માળના પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. એક લાખ SQM બિલ્ડઅપ એરિયામાં હોસ્પીટલ તૈયાર કરવામાં આવશે. આગામી 50 વર્ષમાં દર્દીઓ અધ્યતન સારવાર મેળવે તે માટેનું આયોજન કરવામાં આવશે. 588 કરોડના ખર્ચે તૈયાર થનારી હોસ્પીટલ આગામી ત્રણ વર્ષમાં તૈયાર થશે. આગામી હોસ્પિટલનું કામ પૂર્ણ થયા બાદ 4200થી વધુ બેડની હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ થશે.

Related News

Icon