Heavy Vehicles in Ahmedabad: અમદાવાદ શહેરમાં વિકાસની ગતિની સાથે સાથે સમસ્યાઓ પણ વિકરાળ બની રહી છે. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે, અને તેમાં મુખ્યત્વે પીક અવર્સ દરમિયાન શહેરમાં ઘૂસી માતેલા સાંઢની જેમ ફરતા ભારે વાહનો વધુ જવાબદાર છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરીને ડમ્પર, ખાનગી લક્ઝરી બસો અને ટ્રકો બેફામ શહેરના રસ્તાઓ પર દોડી રહ્યા છે, પરંતુ તેમને રોકનાર કોઈ નથી. અતિવ્યસ્ત રસ્તાઓ પર પણ પીક અવર્સમાં ટ્રાફિક પોલીસના જવાનોની ગેરહાજરી સામાન્ય બની ગઈ છે.

