VIDEO: રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ રહ્યો નથી. જેથી ઘણીવાર જાહેર રસ્તા પર કેક કટિંગ, બાઈકર્સ ગેંગની રેસ અને અન્ય બનાવ બનતા હોય છે. આવી જ એક ઘટના સામે આવી રાજકોટના નવા ગામ વિસ્તારમાં જેમાં કાર અથડાવવા મુદ્દે વ્યકિત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં નવાગામ વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં અસામાજિક તત્વો નરેશ ઠાકોર નામનો શખ્સ પોતાની બોલેરો કાર બાઈક પર ચઢાવવાનો પ્રયાસ કરી વ્યકિતને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જે બાદ કાર લઈને ત્યાંથી પૂરપાટ વેગે હંકારી ગયો હતો. આ ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું. જો કે, સીસીટીવીમાં તો બેવાર કાર યુવક પર ચઢાવવાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. જેથી તંત્ર આવી ઘટનાઓને ગંભીરતાથી લઈને તાબડતોબ કોઈ પગલાં લે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.