સુરતમાં રાત્રિના સમયે ખુલી રહેતી રેસ્ટોરન્ટમાં રક્ષણના નામે કે પેટ્રોલિંગના નામે પોલીસ કર્મચારીઓ દ્વારા ઉધ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાઈરલ થઈ રહેલા સીસીટીવી મુજબ પોલીસ કર્મચારીઓ રેસ્ટોરન્ટના રસોડામાં ઘુસીને 3 વ્યક્તિઓને છૂટા હાથના તમાચા મારતાં કેમેરામાં કેદ થયા છે. 28 તારીખના આ વીડિયોમાં માર મારતાં અને ધમકી આપવાની સાથે અપશબ્દો બોલતો કર્મચારી પણ કેદ થયો છે. સમગ્ર વીડિયો લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.