અન્નાદ્રમુક (AIADMK) અને ભાજપ વચ્ચે ચાર દિવસ પહેલા ગઠબંધન થયું હતું. ગયા અઠવાડિયે બંને પક્ષોએ 2026ની તમિલનાડુ ચૂંટણી માટે હાથ મિલાવ્યા હતા, પરંતુ અન્નાદ્રમુકના નેતા ઈ.કે.પલાનીસ્વામીના તાજેતરના નિવેદનથી ગઠબંધનમાં તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે, બંને પાર્ટીઓનું ગઠબંધન માત્ર ચૂંટણી માટે છે અને તેઓ ગઠબંધન સરકાર બનાવશે નહીં. તેમના નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને ભાજપની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.

