મંગળવારે ભારતે પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓને નેસ્તો નાબૂદ પર હવાઈ હુમલો કર્યો હતો, જેના પછી પાડોશી દેશ બોખલાયો હતો અને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કર્યો હતો. આ વખતે પાકિસ્તાને પોતાની હદ પાર કરી અને આ ગોળીબારમાં પાકિસ્તાન સાથે લડતા એક ભારતીય સૈનિક શહીદ થયાની ઘટના સામે આવી છે. ભારતીય સેનાની 16મી કોર્પ્સના સત્તાવાર X ખાતાએ બુધવારે રાત્રે પુષ્ટિ કરી કે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાની ગોળીબારમાં એક ભારતીય સૈનિક શહીદ થયો છે.

