અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે શહેરના વિવિધ રસ્તા રીસરફેસ કરવા તથા નવા રોડ બનાવવા પાછળ એક હજાર કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરાય છે. વાર્ષિક રુપિયા 15 હજાર કરોડથી વધુનુ બજેટ ધરાવતા કોર્પોરેશન દ્વારા રોડની કામગીરી કરવા માટે કરવામા આવતા વિવિધ ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવાય છે. પીપળજ ખાતે રુપિયા 2.74 કરોડના ખર્ચે રોડની કામગીરીમા વપરાતા મટીરીયલ્સના ટેસ્ટીંગ માટે લેબોરેટરી બનાવવા મંજુરી અપાઈ છે.

