Home / Gujarat / Vadodara : There will be a 4-hour power cut in different areas of the city from April 16 to 25

Vadodara news: શહેરના જુદાજુદા વિસ્તારોમાં 16થી 25 એપ્રિલ સુધી 4 કલાક વીજકાપ રહેશે

Vadodara news: શહેરના જુદાજુદા વિસ્તારોમાં 16થી 25 એપ્રિલ સુધી 4 કલાક વીજકાપ રહેશે

Vadodara MGVCL : ભરઉનાળે વડોદરાવાસીઓને વીજ કાપ સહન કરવાનો વારો આવશે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવનાર છે. જેના કારણે 16 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈ પણ જાતની જાણ કર્યા વિના પુનઃ ચાલુ કરી દેવાશે. કઈ તારીખે કયા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે તેની વિગતો જાહેર કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કયા વિસ્તારમાં કઈ તારીખે વીજ પુરવઠો બંધ રહેશે
16 એપ્રિલના બુધવારે આટલાદરા સબ ડિવિઝન, અટલાદરા રોડ ફીડર, ફતેગંજ સબ ડિવિઝન દીપ ફીડર, ધરમસિંહ ફીડર સહિત આસપાસનો વિસ્તાર. જ્યારે તા.17ને ગુરુવારે સમા સબ ડિવિઝન 11 કેવી અગોરા, અગોરા મોલ સમા ફીડર, ગોત્રી સબ ડિવિઝન ગંગોત્રી ફીડર તથા વાસણા સબ ડિવિઝન માઇલ સ્ટોન ફીડર અને અટલાદરા સબ ડિવિઝન નારાયણ ફીડર સહિત લક્ષ્મીપુરા સબ ડિવિઝન પ્રથમ સૃષ્ટિ ફીડર અને ગોરવા સબ ડિવિઝન શ્રીનાથ ફીડરનો આસપાસનો વિસ્તાર ઉપરાંત તા.19ને શનિવારે ફતેગંજ સબ ડિવિઝન આનંદ નગર ફીડર, ગોત્રી સબ ડિવિઝન, ઇસ્કોન હાઇટ્સ ફીડર, વાસણા સબ ડિવિઝન ફીડર, અટલાદરા સ્ટેડિયમ ફીડરની આસપાસનો વિસ્તાર સહિત તા.20 ને રવિવારે અલકાપુરી સબ ડિવિઝન આર્કેડ ફીડર, પૂર્વ સબ ડિવિઝન ગોરવા ગામ ફીડરની આસપાસનો વિસ્તાર.

આવી જ રીતે તા.22ને મંગળવારે સમા સબ ડિવિઝન ચાણક્યપુરી ફીડર, મનોરથ ફીડર, ગોરવા સબ ડિવિઝન, સહયોગ ફીડરની આસપાસનો વિસ્તાર તથા તા.23ને બુધવારે ફતેગઢ સબ ડિવિઝન હાર્મની ફીડર લક્ષ્મીપુરા સબ ડિવિઝન, માધવ પાર્ક ફીડર, અટલાદરા સબ ડિવિઝન, મહાબલિપુરમ ફીડર, અકોટા સબ ડિવિઝન, સ્વાગત ફીડર, વાસણા સબ ડિવિઝન, ટાગોર નગર ફીડર, ગોત્રી સબ ડિવિઝન, વુડા ફીડરની આસપાસનો વિસ્તાર ઉપરાંત તા.24 ગુરુવારે સમા સબ ડિવિઝન, અણુશક્તિ ફીડર, ગોરવા સબ ડિવિઝન, સુભાનપુરા રોડ ફીડરની આસપાસનો વિસ્તાર ઉપરાંત અટલાદરા સબ ડિવિઝન, સન ફાર્મા ફીડર (એસટી ઇએક્સપી) તા.25ને શુક્રવારે વાસણા સબ ડિવિઝન, વરણીમાં ફીડર, અટલાદરા સબ ડિવિઝન, ચાણક્ય ફીડર અકોટા સબ ડિવિઝન ગુજરાત ટ્રેક્ટર ફીડર ગોત્રી સબ ડિવિઝન રાજેશ ટાવર ફીડર આસપાસનો વિસ્તાર. ઉપરાંત તા.26 ને શનિવારે ફતેગંજ સબ ડિવિઝન ડિલક્સ ફીડર, અલકાપુરી સબ ડિવિઝન સારાભાઈ ઇસ્ટ એવન્યુ આસપાસના વિસ્તારમાં નિયત સમયે વીજ પુરવઠો જરૂરી રીપેરીંગ કામ અંગે બંધ રહેશે તેમ વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.

Related News

Icon