
પ્રભાસ (Prabhas), અનુષ્કા શેટ્ટી (Anushka Shetty) અને તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) ની ફિલ્મ 'બાહુબલી' બે ભાગમાં રિલીઝ થઈ હતી અને આ બંને ભાગ સુપરહિટ ગયા હતા. હાલ જૂની જૂની ફિલ્મો રી-રિલીઝ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે આ ફિલ્મના નિર્માતાઓ આ બંને ભાગને એક કરી એક સિંગલ ફિલ્મ તરીકે રી-રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ નવા સ્વરૂપે આગામી ઓક્ટોબરમાં રિલીઝ થશે.
બંને ભાગના ચુનંદા અને વાર્તા માટે ચાવીરૂપ સીનને એકત્ર કરી એડિટ કરી એક જ ભાગમાં નવી ફિલ્મ બનાવાશે. જો આ પ્રયોગ સફળ થાય તો જૂની ફિલ્મો રી-રિલીઝ કરવાની દિશામાં એક નવો ટ્રેન્ડ શરૂ થઈ શકે છે.
2015માં 'બાહુબલી-ધ બિગનિંગ' (Baahubali The Beginning) અને 2017માં 'બાહુબલી-ધ કન્ક્લુઝન' (Baahubali The Conclusion) રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા પ્રભાસ નેશનલ સ્ટાર બની ગયો હતો.
હવે અનેક ફિલ્મોમાં એક ભાગમાં વાર્તા અધૂરી રાખીને બીજા ભાગમાં પૂરી વાર્તા કહેવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે પરંતુ તાજેતરના વર્ષોમાં તેનો સૌથી સફળ પ્રયોગ 'બાહુબલી' દ્વારા જ થયો હતો. બંને ભાગનું કુલ મળીને 2460 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું જે એક રેકોર્ડ ગણાય છે.