
સુપ્રીમ કોર્ટની યુપી સરકારને ફટકાર લગાવી છે. પ્રયાગરાજમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે કે અરજદારોને 10 લાખ વળતર આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટે 2021માં પ્રયાગરાજમાં થયેલી બુલડોઝર કાર્યવાહી પર પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને 5 અરજદારોને 10-10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ વળતર 6 અઠવાડિયામાં આપવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું કે નોટિસ મળ્યાના 24 કલાકની અંદર ઘર તોડી પાડવું ખોટું હતું અને તેને ગેરકાયદેસર ગણાવ્યું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વળતર એ માટે પણ જરૂરી છે કે ભવિષ્યમાં સરકારો યોગ્ય પ્રક્રિયા વિના લોકોના ઘર તોડી પાડવાનું ટાળે. ન્યાયાધીશોએ તાજેતરના એક વિડીયોનો પણ ઉલ્લેખ કર્યો હતો જે સામે આવ્યો હતો જેમાં એક છોકરી તૂટી પડતી ઝૂંપડીમાંથી તેના પુસ્તકો લઈને ભાગતી જોવા મળી હતી.