
Rajkot News : રાજકોટ શહેરમાં આવેલા સરકારી આવાસમાં ગર્ભ પરીક્ષણ કરતા તબીબ સરોજ ડોડિયા આબાદ રીતે ઝડપાયા હતા. જો કે, આ મહિલા તબીબ અગાઉ પણ એટલે કે, વર્ષ-2021માં સરોજ ડોડિયા ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયા બાદ પણ ગર્ભ પરીક્ષણનો ગોરખ ધંધો ચાલુ રાખ્યો હતો. રાજકોટ કોર્પોરેશના આરોગ્ય વિભાગ અને પોલીસે મળીને સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડયું હતું.
રાજકોટ પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગને છેલ્લા ઘણા સમયથી ગર્ભ પરીક્ષણ થતું હોવાની ફરિયાદો મળતી હતી. આ ઉપરાંત બાતમી પણ હતી જેથી રાજકોટ મનપા આરોગ્ય તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે ગૃપ્ત ઓપરેશન શરૂ કર્યું જેના ભાગરૂપે પોલીસે ડમી ગ્રાહક મોકલી ગર્ભ પરીક્ષણ કરતા રંગેહાથે સરોજ ડોડિયાને ઝડપી લીધી હતી. 20 હજારથી 16 હજાર રૂપિયા સુધી ગર્ભ પરીક્ષણના લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. વળી એજન્ટ વગર સરોજ ડોડિયા ગર્ભ પરીક્ષણ કરતી ન હતી.
તંત્રએ ગૃપ્ત ઓપરેશન પાર પાડયું
હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે સોનોગ્રાફી મશીન ક્યાંથી લેવામાં આવ્યું તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેમને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. આવાસ ભાડે રાખીને ગર્ભ પરીક્ષણનો ગોરખ ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાનો ખુલાસો થયો હતો. આ ઉપરાંત ભૂતકાળમાં 10 મહિના ગર્ભ પરીક્ષણના કેસમાં જે તબીબ સરોજ ડોડિયા જેલની હવા ખાઈ ચુક્યા છે.