એક કપલ છેલ્લા 18 વર્ષથી બાળક માટે પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ મહિલા ગર્ભવતી નહોતી રહેતી. જોકે AI ની મદદથી હવે તેણે બાળકને જન્મ આપ્યો છે. આ કપલે ઘણી વાર ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન(IVF)ની પણ મદદ લીધી હતી. તેમણે એ દુનિયાના ઘણાં ડોક્ટરો પાસે કરાવ્યું હતું. જોકે તેમને સફળતા નહોતી મળી કારણ કે તેમને અઝૂસ્પર્મિયા નામની એક ભાગ્યે જોવા મળતી પરિસ્થિતીનો સામનો કરવો પડી રહ્યો હતો. એના કારણે સ્પર્મ કાઉન્ટ ખૂબ જ એટલે ખૂબ જ ઓછો હોય છે.

