જ્યારે પણ આપણે કોઈની સાથે ફોન પર વાત કરીએ છીએ, ત્યારે આપણે નથી ઈચ્છતા કે તે વાત કોઈ ત્રીજી વ્યક્તિ સુધી પહોંચે. પરંતુ સ્માર્ટફોન પર વાત કરતી વખતે કોલ રેકોર્ડિંગનું જોખમ રહેલું છે. ઘણા દેશોમાં કોલ રેકોર્ડિંગ ગેરકાયદેસર છે અને આ કારણોસર ગૂગલે કોલ રેકોર્ડિંગ માટે થર્ડ પાર્ટી એપ્સને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે. ઘણી સ્માર્ટફોન કંપનીઓ પણ હવે એવું ફીચર આપી રહી છે જેના દ્વારા કોલ રેકોર્ડ થવા પર તમને મેસેજ મળે છે. પરંતુ હજુ પણ એવી ઘણી બ્રાન્ડ્સ છે જેમાં કોલ રેકોર્ડિંગની સુવિધા છે, તેથી કોલ રેકોર્ડ થવાનું જોખમ રહેલું છે.

