
રાજામૌલીની 1000 કરોડનું મેગા બજેટ ધરાવતી ફિલ્મ 'એસએસએમબી29' માં હવે આર. માધવન (R. Madhavan) ની પણ એન્ટ્રી થઈ છે. માધવન (R. Madhavan) ફિલ્મમાં નેગેટિવ રોલ કરવાનો છે. તે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા તથા મહેશબાબુ સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેર કરશે.
જોકે, રાજામૌલીએ હજુ સુધી માધવનના કાસ્ટિંગ બાબતે ઔપચારિક જાહેરાત નથી કરી. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. તેના શૂટિંગ માટે પ્રિયંકા અગાઉ ભારત પણ આવી ચુકી છે.
ફિલ્મની સ્ટોરી સહિતની બાબતો હજુ જાહેર નથી કરવામાં આવી. રાજામૌલીએ ફિલ્મના સેટ પર એવી તકેદારી રાખી છે કે વાર્તા અથવા તો કલાકારોનાં પાત્ર વિશેની કોઈ બાબતો લીક ન થાય.