
મનરેગા કૌભાંડ મામલે આહીર સમાજના આગેવાન હીરા જોટવા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સમગ્ર આહીર સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હીરા જોટવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા તેમને પૂછપરછ માટે બોલાવી અટકાયત કરવામાં આવી છે.
કેસને રાજકારણ પ્રેરિત ગણાવાયો
કેતન વાણિયાએ કહ્યું કે, આ મામલે સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આહીર સમાજે આ કેસને રાજકીય પ્રેરિત ગણાવ્યો છે અને આરોપ મૂક્યો છે કે ચૈતર વસાવાએ રાજકીય કિન્નાખોરી હેઠળ હીરા જોટવા અને તેમના પરિવારને ટાર્ગેટ કર્યા છે.આહિર સમાજના આગેવાનોનું કહેવું છે કે, હીરા જોટવા સામે જે ફરિયાદ કરવામાં આવી છે તે રાજકીય વેરવિખેરનો ભાગ છે અને તેનો હેતુ તેમના રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો છે.
આહીર સમાજના એક ગ્રુપનો વિરોધ
બીજી તરફ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલી ફરિયાદને લઈ આહીર સમાજે તાત્કાલિક વિરોધ શરૂ કર્યો છે. સામાજિક સંગઠનો દ્વારા પ્રદેશના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યાં છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને કૌભાંડમાં કઈ હદ સુધી હીરા જોટવા સામેલ છે તે અંગે તપાસ દરમિયાન સ્પષ્ટતા થશે.