VIDEO: ગુજરાતમાં ફરી એકવાર આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. લગ્નના કાયદામાં સુધારાને લઈને SPG છેલ્લા કેટલાક વર્ષોથી લડત આપી રહ્યું છે. પરંતુ હજી આની પર ગુજરાત વિધાનસભામાં કોઈ નક્કર કાર્યવાહી કે કાયદાને સ્વરૂપ નથી અપાઈ રહ્યું. જેથી આજથી છ વર્ષ અગાઉ જે રીતે પાટીદાર આંદોલન ચાલ્યું હતું તેવી રીતે પ્રેમલગ્નના કાયદામાં સુધારાને લઈ SPG ફરી એક પાટીદાર આંદોલન કરતાં પણ મોટું આંદોલનના મંડાણ કરશે. SPG અધ્ય7 લાલજી પટેલે પ્રેમલગ્નના કાયદામાં સુધારા અંગે 3 વર્ષ અગાઉ સીએમ ભૂપેન્દ્ર પટેલે વાત કરી હતી. પરંતુ હજી કાયદામાં કોઈ સુધારો ન થતા સર્વ સમાજના આગેવાનો સાથે સીએમને આ અંગે રજૂઆત કરવામાં આવશે.
મહેસાણાથી સર્વસમાજના આગેવાનો એકઠા થઈ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સીએમને પ્રેમલગ્નના કાયદામાં સુધારાની વ્યવસ્થિત રજૂઆત કરશે.આ ઉપરાંત ભાજપ સરકારના જ 50 જેટલા ધારાસભ્યોએ આ કાયદામાં સુધારા માટે સમર્થન આપ્યું છે. લોહીના સંબંધ ધરાવતા વ્યકિતની પ્રેમલગ્નમાં સહી ફરજિયાત કરવામાં આવે અને ઝડપી કાયદામાં સુધારો નહિ કરવામાં આવે તો પાટીદાર આંદોલન કરતાં પણ જન સમર્થન મેળવીને મોટું જન આંદોલન કરવાની એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આંદોલન કરવાની ચીમકી આપી છે.