ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે. રાજકોટમાં બહુમાળી ચોક ખાતે 60થી વધુ ક્ષત્રિય સમાજના પુરુષો તેમજ મહિલા અગ્રણીઓ થઈ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપશે. ક્ષત્રિય સમાજે કહ્યું કે, ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કારણે રાજકીય કિન્નાખોરી રાખી કાર્યવાહી કરાઈ છે.
ક્ષત્રિય સમાજના અગ્રણી અને સંકલન સમિતિના સભ્ય ટીકુભા જાડેજાએ સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે, સાંસદના કહેવાથી જો સામાન્ય ગુનામાં સરકાર આ રીતે ફીટ કરતી હોય તો વિચારવા જેવું છે. ધમકીના ગુનામાં જો આ રીતે પાછા કરવામાં આવે તો રાજકોટની 50% પ્રજા પાસામાં હોય..
આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક મહત્વપૂર્ણ ક્ષત્રિય સમાજની મીટીંગ થવાની છે. જેમાં આગામી સમયમાં આ બાબતે કઈ રીતે લડત કરવી તે બાબતે ચર્ચા કરવામાં આવશે. ત્યારે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાઓ અને કરણી સેના લડત ચલાવશે