ગુજરાતના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલનને મજબૂતી આપનાર પી.ટી. જાડેજાને તાલુકા પોલીસે બે દિવસ પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી ન કરવા ધમકી આપવાના મામલે ઝડપી લીધા હતા.

