શુક્રવારે રાત્રે પાકિસ્તાને ફરી એકવાર ભારતના અનેક શહેરો પર ડ્રોન હુમલા કર્યા. આજે ફરી પાકિસ્તાન દ્વારા પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરના શહેરો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ તમામ ડ્રોન હુમલાઓને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, પંજાબના ફિરોઝપુરના ખાઈ ગામમાં પાકિસ્તાની ડ્રોન પડવાથી એક ઘરમાં આગ લાગી ગઈ હતી. આ આગમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા હતા, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, ચાર ડ્રોન છોડવામાં આવ્યા હતા. આમાંથી બેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ આ ઘરમાં લાઇટ ચાલુ હતી, તેથી તે ઘરને નિશાન બનાવીને બે ડ્રોન છોડવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘરમાં તરત જ આગ લાગી ગઈ અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

