મને હવે પ્રસિદ્ધિમાં નહીં, અભિનયનો, ફિલ્મોનો ઉત્તમ વારસો છોડી જવામાં વધારે રસ છે.'
બોક્સ ઓફિસના આંકડાઓ, સ્ક્રીન ટાઈમ અને સ્ટારની કિંમતનું વળગણ ધરાવતા ઉદ્યોગમાં આર. માધવન એક દુર્લભ કલાકાર છે, એવો પરફોર્મર જેને વાર્તાઓમાં રસ છે, સ્ટારડમમાં નહીં. 'રહના હૈ તેરે દિલમેં'થી 'રોકેટરી: ધી નામ્બી ઈફેક્ટ' માંડીને લેટેસ્ટ 'કેસરી-ટુ' સુધીની તેની ફિલ્મોગ્રાફી અર્થસભર અને હૃદયસ્પર્શી સિનેમાની તેની પસંદગીનો પુરાવો છે.

