
Mehsana News: મહેસાણા રાધનપુર ચાર રસ્તા નજીક ડેરી રોડ ઉપર જાહેરમાં અંગત અદાવતમાં બે દિવસ અગાઉ યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ વધુ એક ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ ચાલી રહી છે.
જાહેરમાં હત્યા કરી 4 આરોપીઓ ફરાર થઈ ગયા
ભાજપ નેતાઓ સાથે ઘરોબો ધરાવતા રાહુલ વાઘેલા,પીન્ટુભા ઉપરાંત રાહુલ ઝાલા અને વિકાસ ઠાકોરે જૂની અંગત અદાવતમાં એક્ટિવા ઉપર જઈ રહેલા વિક્રમ ઝાલાને કારથી ટક્કર મારી નીચે પાડી દીધો હતો. અને ત્યારબાદ વિક્રમ વાઘેલા ઉપર તીક્ષ્ણ હથિયાર થી ઘા ઝીંકી વાહનોની અવરજવર વચ્ચે વિક્રમ ઝાલાને મોતને ઘાટ ઉતારી 4 હત્યારા ફરાર થઇ ગયા હતા.
કુખ્યાત પીન્ટુભા હજુ પણ પોલીસની પકડથી દુર
જાહેરમાં યુવાનની હત્યા કરી ફરાર થયેલા હત્યારાઓને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો દોડતી થઈ ગઈ હતી. જેમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની સાથે બતામીદારોની મદદથી ચારેય હત્યારાઓને ઝડપી પાડવા હાથ ધરેલા પ્રયાસમાં પોલીસને સફળતા મળી છે. જેમાં મુખ્ય આરોપી રાહુલ વાઘેલા સાથે રાહુલ ઝાલા અને વિકાસ ઠાકોર પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. તો વળી કુખ્યાત પીન્ટુભા ઉર્ફે દશરથ હજુ પોલીસ પહોંચથી દુર છે. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે ત્રણે હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો પીન્ટુભા નામના આરોપીને ઝડપી પાડવા પોલીસે તેમના ચક્રો ગતિમાન કર્યા છે.