
આપણે સૌ જાણીએ જ છે કે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદથી જ INDIA ગઠબંધન અને NDA વચ્ચેના અરસપરસના હુમલાથી રાજકારણમાં ગરમાવો વધ્યો છે ત્યારે ગઈકાલે દિલ્હીના રામલીલા મેદાનમાં લોકશાહી બચાવો રેલીનું આયોજન INDIA ગઠબંધન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું હતું ને મેચ ફિક્સિંગનો ઉલ્લેખ કર્યો હતો. જેનાથી તેમના ઉપર મુશ્કેલીઓ વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ઇલેક્શનની જાહેરાત બાદથી વિપક્ષ અને ભાજપમાં અરસપરસના પ્રહારોના લીધે રાજનીતિ ગરમાઈ છે. ત્યારે આ બધાની વચ્ચે INDIA ગઠબંધને ગઈકાલે દિલ્હીમાં 'લોકશાહી બચાવો રેલી'નું આયોજન કર્યું હતું અને તે દરમિયાન BJP અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
https://x.com/ANI/status/1854773575926136893?s=20
ત્યારે રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે, "PM મોદી લોકસભાની ચૂંટણીમાં મેચ ફિક્સ કરવાનો પ્રયત્ન કરી રહી છે અને જો આ વખતે ભાજપ સરકાર બનાવશે તો બંધારણમાં ફેરફાર કરી જનતાના અધિકારો છીનવી લેશે"
વધુમાં કહ્યું હતુ, ભાજપ દેશની એજન્સીઓ ED - CBI પર દબાણ બનાવીને વિપક્ષ પર કાર્યવાહી કરાવી રહી છે. જો દેશની જાહેર જનતાને પોતાના અધિકારો બચાવવા હોય તો ચૂંટણીમાં ભાજપની સરકારને હટાવવી પડશે.
ત્યારે ભાજપે રાહુલ ગાંધીની 'મેચ ફિક્સિંગ'વાળી ટિપ્પણી મુદ્દે ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.