
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક પછી એક નેતાઓ કોંગ્રેસનો 'હાથ' છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે વિજેન્દર સિંહ કોંગ્રેસને રામ રામ કહીને કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. મહત્ત્વની વાત એ છે કે, ભાજપમાં જોડાયાના એક દિવસ પહેલા જ વિજેન્દર સિંહ સંપૂર્ણ રીતે કોંગ્રેસી હતી. રાહુલ ગાંધીને પીએમ મોદી પર કટાક્ષ કરતી ટ્વીટ ફરી પોસ્ટ કરી હતી.
બીજેપી મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. વિજેન્દર સિંહે કહ્યું કે, જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી દેશ-વિદેશમાં ખેલાડીઓનું સન્માન વધ્યું છે. હું પહેલાવાળો જ વિજેન્દર છું. હું ખોટાને ખોટું અને સાચાને સાચું કહીશ.
2019માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી
વિજેન્દર સિંહે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે દક્ષિણ દિલ્હીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો પરંતુ ભાજપના રમેશ બિધુરી સામે ચૂંટણીમાં હારનો સામનો કર્યો હતો. ભાજપના બિધુરીને 6 લાખ 87 હજારથી વધુ વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાને 3 લાખ 19 હજારથી વધુ અને વિજેન્દરને 1 લાખ 64 હજાર જેટલા વોટ મળ્યા હતા.